Get The App

વાહનચાલકોને 30.91 લાખ ઈ-મેમો સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે, જાણો પહેલા ક્રમે કયું રાજ્ય?

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
વાહનચાલકોને 30.91 લાખ ઈ-મેમો સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે, જાણો પહેલા ક્રમે કયું રાજ્ય? 1 - image


Gujarat RTO : ગુજરાત સહિત દેશભરમાં વિવિધ રાજ્યોમાં વાહનો ચાલકોને સિગ્નલ તોડવાથી માંડી હેલ્મેટ નહીં પહેરવા સહિતના વિવિધ નિયમોના ભંગ બદલ ઈ-મેમો કે ઈ-ચલણ ઇસ્યુ કરવાની સિસ્ટમ છેલ્લા કેટલાક વર્ષોથી અમલી બની છે, ત્યારે ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વાહન ચાલકોને જુદા જુદા નિયમના ભંગ બદલ 30.91 લાખ ઈ-મેમો ઈસ્યુ થઈ ચૂક્યા છે અને ગુજરાત હાલ ઈ-મેમોની સંખ્યામાં દેશમાં ચોથા ક્રમે છે. જ્યારે ઉત્તર પ્રદેશ 1.12 કરોડના ઈ-મેમો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.

ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહન ચાલકોને નિયમોના ભંગ બદલ કરવામાં આવતાં ઈ-મેમોની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો પણ થઈ રહ્યો છે અને ગત વર્ષે 2023માં જ્યાં 12.16 લાખ ઈ-મેમો વાહન ચાલકોને ઈસ્યુ થયા હતા ત્યારે આ વર્ષે 2024માં અત્યાર સુધીમાં 30.91 લાખ ઈ-મેમો ઇસ્યુ થઈ ચૂક્યા છે. 

રોંગ સાઇડ વાહન ચલાવવું, લાયસન્સ-પીયુસી અને વીમા સહિતના વિવિધ ડૉક્યુમેન્ટ વિના વાહન ચલાવવું અને હેલ્મેટ વિના વાહન ચલાવવાથી માંડી સિગ્નલ તોડવા બદલ તેમજ ઓવર સ્પીડમાં ગાડી ચલાવવા સહિતના અનેક નિયમ ભંગ માટે ઈ-મેમો ઇસ્યુ કરવામાં આવે છે. જુદી જુદી રકમના દંડ સાથે ઈ-મેમો વાહનચાલકોને નંબર પ્લેટના આધારે ઇસ્યુ થાય છે. 

દર વર્ષે ઇસ્યુ થતા ઈ-મેમોની સંખ્યાની દૃષ્ટિએ હાલ ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ છે. આ વર્ષે માત્ર ઉત્તરપ્રદેશમાં 1.12 કરોડ ઈ- મેમો ઇસ્યુ થયા છે. જો કે ઉત્તરપ્રદેશમાં વાહનોની સંખ્યા અને વસ્તી પણ વધુ હોવાથી મેમોની સંખ્યા પણ સ્વભાવિક રીતે વધી શકે છે. જ્યારે બીજા નંબરે કેરળ, ત્રીજા નંબરે તમિલનાડુ, ચોથા નંબરે ગુજરાત અને પાંચમાં નંબરે હરિયાણા છે. મહત્ત્વનું છે કે ગુજરાતમાં દર વર્ષે ઇસ્યુ થતાં ઈ-મેમોમાંથી હજારો ઈ-મેમો વાહનો ચાલકો ભરતા જ નથી. 

વાહનચાલકોને 30.91 લાખ ઈ-મેમો સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે, જાણો પહેલા ક્રમે કયું રાજ્ય? 2 - image

વાહનચાલકોને 30.91 લાખ ઈ-મેમો સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે, જાણો પહેલા ક્રમે કયું રાજ્ય? 3 - image


Google NewsGoogle News