12 ઈંચ વરસાદે દ્વારકાને ધમરોળ્યું, ગુજરાતના 235 તાલુકામાં મેઘમહેર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
12 ઈંચ વરસાદે દ્વારકાને ધમરોળ્યું, ગુજરાતના 235 તાલુકામાં મેઘમહેર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી 1 - image

DD NEWS



Gujarat Rain and Weather Updates |  ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાં દેવભૂમિ દ્વારકાની તો વરસાદે હાલત બગાડી નાખી છે. અહીં ભાણવડમાં લગભગ 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે આજે સવારથી જ કચ્છના અનેક ભાગોમાં સરેરાશ 3 ઈંચ વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું હતું. 

હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 

હવામાન વિભાગે જાહેર કરેલા તાજેતરના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11થી 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે તેના પછી કચ્છના અબડાસાનો વારો પડી ગયો હતો જ્યાં 11 ઈંચ જેટલો વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી બાજુ કલ્યાણપુરમાં 10.50 ઈંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર થઈ ગયું હતું. 

આજે ક્યાં પડશે ભારે વરસાદ? 

બીજી બાજુ હવામાન વિભાગના નિષ્ણાતો અનુસાર આજે પણ ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટની સ્થિતિ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે તે સિવાયના અન્ય વિસ્તારોમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. 

12 ઈંચ વરસાદે દ્વારકાને ધમરોળ્યું, ગુજરાતના 235 તાલુકામાં મેઘમહેર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી 2 - image


Google NewsGoogle News