ગુજરાતમાં ભારે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી, આ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર
Gujarat Rain Update: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલા ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 26મી અને 27મી સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે.
રાજ્યમાં સિઝનનો 125 ટકા વરસાદ નોંધાયો
ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં હજુ સુધી સરેરાશ 43.52 ઇંચ સાથે સરેરાશ 125.21 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 125 તાલુકામાં 40 ઇંચથી વધુ, 107 તાલુકામાં 20થી 40 ઇંચ, જ્યારે 19 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે આગામી અઠવાડિયાના અંતે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. આગામી 26મી અને 27 સપ્ટેમ્બરના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કરાઈ છે.
આ પણ વાંચો: 'ઘર ખાલી કરો, મંદિર બનાવવું છે...' ગાંધીનગરમાં બે પક્ષો વચ્ચે તકરાર, 21 સામે કેસ દાખલ