Get The App

રાજ્યમાં ચોમાસાની સિઝનનો 72 ટકા વરસાદ, ઉત્તર અને પૂર્વ- મધ્ય ગુજરાત હજી પણ તરસ્યાં

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
રાજ્યમાં ચોમાસાની સિઝનનો 72 ટકા વરસાદ, ઉત્તર અને પૂર્વ- મધ્ય ગુજરાત હજી પણ તરસ્યાં 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સરેરાશ 72.74 ટકા એટલે કે 642 મિ.મી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સંજોગોમાં એવરેજ 883 મિ.મી. જોવા મળે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સંતોષકારક એવો 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ ઉત્તર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે ઘટ જોવા મળે છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનનો 72 ટકા વરસાદ, ઉત્તર અને પૂર્વ- મધ્ય ગુજરાત હજી પણ તરસ્યાં 2 - image

દાહોદ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો 

રાહત નિયામકના સત્તાવાર આંકડા  પ્રમાણે રાજ્યમાં સૌથી ઓછો 47 ટકા વરસાદ દાહોદ જિલ્લામાં નોંધાયો છે, જે પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં આવે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં અનુક્રમે 54.60 ટકા અને 56.75 ટકા વરસાદ થયો છે. સામાન્ય રીતે ઑગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીએ ઓછો વરસાદ થયો છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનનો 72 ટકા વરસાદ, ઉત્તર અને પૂર્વ- મધ્ય ગુજરાત હજી પણ તરસ્યાં 3 - image

અમદાવાદમાં માત્ર 51.51 ટકા વરસાદ

હવામાન વિભાગ હજી વધુ વરસાદની આશા રાખી રહ્યું છે. પરંતુ જે જિલ્લામાં 50 ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે તે જિલ્લામાં ઓછા વરસાદના કારણે પાણીની ખેંચ રહેવાસંભવ છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં સરેરાશ 730 મિ.મી. વરસાદ પડતો હોય છે. પરંતુ આ વખતે માત્ર 399 મિ.મી જોવા મળ્યો છે. જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 811 મિ.મીની એવરેજ સામે 460 મિમી વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં માત્ર 51.51 ટકા વરસાદ થયો છે.

આ પણ વાંચો: નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ, આગામી છ દિવસ ગાજવીજ સાથે ભારેથી હળવા વરસાદની આગાહી

 

રાજ્યમાં ચોમાસાની સિઝનનો 72 ટકા વરસાદ, ઉત્તર અને પૂર્વ- મધ્ય ગુજરાત હજી પણ તરસ્યાં 4 - image

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી ચોમાસાની સિઝનના અંત સમયમાં ઘણો વરસાદ થયો છે તેથી હવામાન વિભાગના અધિકારીઓ પણ સારા વરસાદની મીટ માંડીને બેઠાં છે. રાહત નિયામકે વરસાદના ડેટા માટે ગુજરાતને 5 ઝોનમાં વહેંચ્યું છે, જે પૈકીના બે ઝોનની હાલત સિઝનના વરસાદની સામે કઠીન છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મહેસાણા જિલ્લામાં 63.30 ટકા વરસાદ થયો છે, જ્યારે આણંદમાં 68.41 અને વડોદરામાં 66.67 ટકા વરસાદ જોવા મળ્યો છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનનો 72 ટકા વરસાદ, ઉત્તર અને પૂર્વ- મધ્ય ગુજરાત હજી પણ તરસ્યાં 5 - image


Google NewsGoogle News