સાચવજો! ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી
Ambalal Patel Predicts Heavy Rain In Gujarat: ગુજરાતમાં આજે (પહેલી જુલાઈ) મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 120 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ખંભાળિયામાં કુલ સાડા ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. લૉ પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે (પહેલી જુલાઈ) મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાંચમીથી 12મી જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. જ્યારે આઠમીથી 12મી જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.'
આ પણ વાંચો: મેઘરાજાએ અમદાવાદ ઘમરોળ્યું, 7 ઇંચ વરસાદ, પ્રથમ વરસાદે જ તંત્રની કામગીરી 'પાણીમાં'
ભારે વરસાદ ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 30, 2024
DAY4-5 pic.twitter.com/iKRChdibA1
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી,ત્રીજી અને ચોથી જુલાઈએ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.