Get The App

ગુજરાતમાં ભાદરવો ભરપૂર! આજે 73 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ભાદરવો ભરપૂર! આજે 73 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો 1 - image


Gujarat Rain Update: ભાદરવો ભરપૂર ઉક્તિ સાર્થક ઠરી રહી હોય તેમ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે (28મી સપ્ટેમ્બર) બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરતના ઓલપાડમાં 1.73 ઈંચ, વાંપીમાં 1.50 ઈંચ અને કપરાડામાં 1.42 ઈંચ જેટલો વરસાદ નોંધાય છે. 

ગુજરાતમાં ભાદરવો ભરપૂર! આજે 73 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો 2 - image

ગુજરાતમાં ભાદરવો ભરપૂર! આજે 73 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો 3 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (28મી સપ્ટેમ્બર) સુરત, ભાવનગર, અમરેલી, તાપી અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદની કોઈ સંભાવના નથી.

ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ પર પહોંચી

સુરત શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી આજે બપોરે 12 કલાકે 344 ફૂટ પર પહોંચી હતી.

શિનોર પંથકમાં ધોધમાર વરસાદ

વડોદરાના શિનોરમાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે સાધલી, અવાખલ, ઉતરાજ, મિઢોળ, ટીમ્બરવા સહિત ગામડામાં વરસાદ નોંધાયો છે.  લાંબા સમયના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

આ પણ વાંચો: ગોંડલ સ્ટેટના 'અસલી રાજા' કોણ? યદુવેન્દ્રસિંહ જાડેજા અને હિમાંશુસિંહ જાડેજા વચ્ચે વિવાદ વકર્યો


વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીમાં ભારે વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાયા હતી. આ ઉપરાંત મુખ્ય માર્ગોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

મહેસાણામાં ખેતીના પાકને ભારે નુકસાન

મહેસાણામાં 2 દિવસ સમી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. ભારે પવનને લઈને કપાસ, બાજરી સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે. સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય ચુકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. .

પંચમહાલમાં ધોધમાર વરસાદ

પંચમહાલમાં ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વાવડી બુઝર્ગ, ચાંચેલાવ, કાસુડી ગામમાં વરસાદ નોંધાયો  છે. ભારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક

મહેસાણા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ધરોઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. ધરોઈ ડેમમાં પાણીની 9258 ક્યૂસેક આવક નોંધાઈ છે. ડેમમાં પાણીનો કુલ જથ્થો 84.48 ટકા થયો છે. ધરોઈ ડેમની જળ સપાટી 617 ફૂટે પહોંચી છે. 

ગુજરાતમાં ભાદરવો ભરપૂર! આજે 73 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો 4 - image


Google NewsGoogle News