ગુજરાતમાં ફરી વરસાદી વાદળો છવાયા, વહેલી સવારે અમદાવાદ સહિત 36 તાલુકામાં મેહુલિયો વરસ્યો

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
Heavy-Rain


Gujarat Rain Update: ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (બીજી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 3.62 ઈંચ, મોરવા હડફ, આહવા સુબિર, ઉચ્છલ, લુણાવાડા અને લીમખેડામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે અમદાવાદમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. 

ગુજરાતમાં ફરી વરસાદી વાદળો છવાયા, વહેલી સવારે અમદાવાદ સહિત 36 તાલુકામાં મેહુલિયો વરસ્યો 2 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (બીજી સપ્ટેમ્બર) ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ પણ વાંચો:  ભરતીના નામે બેરોજગારો સાથે વિશ્વાસઘાત, શિક્ષકોની 'બદલી'ને શિક્ષણ તંત્રે 'ભરતી'નું નામ આપ્યું


ત્રીજી સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ભારેથી અતિભારે જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

ચોથી સપ્ટેમ્બરે કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, નર્મદામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

પાંચમી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઈ ચૂક્યો છે. ઓગસ્ટ સુધી રાજ્યમાં 26.62 ઈંચ સાથે સિઝનનો 76.57 ટકા વરસાદ હતો. જ્યારે 27 ઓગસ્ટ સવાર સુધીમાં 34.76 ઈંચ સાથે 100 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 16 જિલ્લામાં 100 ટકાથી વધુ જ્યારે 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

કચ્છમાં સૌથી વધુ 116.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.20 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 101.52 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ હવે માત્ર 1.25 ટકા દૂર છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ફરી વરસાદી વાદળો છવાયા, વહેલી સવારે અમદાવાદ સહિત 36 તાલુકામાં મેહુલિયો વરસ્યો 3 - image


Google NewsGoogle News