Get The App

હવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતના ચાર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, રેડ એલર્ટ જાહેર કરાયું

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
Representative image in Rain


Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. આજે બનાસકાંઠાના લાખણી, દાંતીવાડા અને હવે દાંતામાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આજે (ચોથી જુલાઈ) ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે આગામી દિવસોમાં આખા રાજ્યમાં વીજળી કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવામાં આવી છે.

આ ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી અનુસારે, આજે સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે  રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

પાંચમી જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: દાંતામાં મેઘરાજાની સટાસટી, 4 કલાકમાં સાંબેલાધાર 8 ઈંચ વરસાદ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી


છઠ્ઠીથી આઠમી જુલાઈ દરમિયાન  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં હવળોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં છઠ્ઠી જુલાઈ અને આઠમી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઠમીથી 16મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.

હવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતના ચાર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, રેડ એલર્ટ જાહેર કરાયું 2 - image



Google NewsGoogle News