Get The App

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોળ, જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોળ, જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 5.55 ઇંચ, તલોદમાં 5 પાંચ ઇંચ, માણસામાં 4.53 ઇંચ, પ્રાંતિજમાં 3.98 ઇંચ, રાધનપુરમાં 3.90 ઇંચ, હિમતનગરમાં 3.82 ઇંચ અને મહેસાણામાં 3.35 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોળ, જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ 2 - image

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય થતાં આજે (છઠ્ઠી સપ્ટેમ્બર) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ 

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ વરસી ચૂકયો છે. તમામ ઝોનમાં 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોન 128 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 122 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 116 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 104 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

વાત્રક નદીમાં પાણીની ભરપૂર આવકથી 17 ગામ ઍલર્ટ

બીજી તરફ મધ્ય પ્રદેશ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. જેથી કડાણા ડેમમાંથી ગળતેશ્વરના વણાકબોરી ડેમમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો હતો. સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી ખેડા અને માતરના 17 ગામોને ઍલર્ટ કરાયા છે. ડેમમાંથી છોડાયેલું પાણી મહી નદીમાં થઈ આગળ ખંભાતના અખાતથી અરબ સાગરમાં ભળી જશે.  

મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા માટે કડાણા ડેમ, વણાકબોરી ડેમ અને મહીસાગર નદી પાણીનો મુખ્ય સોર્સ છે. તાજેતરમાં મહીસાગર જિલ્લા, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોળ, જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ 3 - image


Google NewsGoogle News