ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીમાં, આજે આ જિલ્લામાં આગાહી

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
Heavy-Rain
Representative image

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 3.58 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.95 ઇંચ, આણંદમાં 2.91 ઇંચ, નવસારીના જલાલપોરમાં 2.67 ઇંચ, પલસાણામાં 2.59 ઇંચ, ડભોઈમાં 2.24 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ અને વાલોડમાં એકથી વધુ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીમાં, આજે આ જિલ્લામાં આગાહી 2 - image


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીમાં, આજે આ જિલ્લામાં આગાહી 3 - image

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 13મી ઑગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 

આ પણ વાંચો: રાજસ્થાનમાં ડેમ તૂટ્યો, હિમાચલમાં 197 રસ્તાઓ બંધ, 22 રાજ્યોમાં 7 દિવસ માટે વરસાદનું ઍલર્ટ


14મી ઑગસ્ટની આગાહી

14મી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 

15મીથી 19મી ઑગસ્ટની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સતત સાતે દિવસ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 15મીથી 19મી ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેવાની સંભાવના છે, ત્યારે રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીમાં, આજે આ જિલ્લામાં આગાહી 4 - image



Google NewsGoogle News