તૈયારી રાખજો! આજે આ જિલ્લામાં વરસાદની આગાહી, ગુજરાતમાં 24 કલાકમાં 175 તાલુકામાં મેઘ મહેર

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
Heavy-Rain


Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. નવસારીના ખેરગામમાં 2 ઈંચ વધુ નોંધાયો છે. જ્યારે આહવા અને વઘઈમાં 2 ઈંચ, વાંસદામાં 1.8 ઈંચ અને વલસાડ અને કપડવંજમાં 1.7 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

તૈયારી રાખજો! આજે આ જિલ્લામાં વરસાદની આગાહી, ગુજરાતમાં 24 કલાકમાં 175 તાલુકામાં મેઘ મહેર 2 - image

તૈયારી રાખજો! આજે આ જિલ્લામાં વરસાદની આગાહી, ગુજરાતમાં 24 કલાકમાં 175 તાલુકામાં મેઘ મહેર 3 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, પાંચમી ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર સહિત સૌરાષ્ટના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે (બીજી ઓગસ્ટ) સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 25 જેટલાં જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વરસાદના પાણીમાં વીજળીનો કરંટ લાગતા 3 લોકોના મોત, મિલેનિયમ સિટીમાં મહા બેદરકારી


ત્રીજી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતાં, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓરેન્જ એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

ચોથી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 22 જિલ્લામાં હળવાથી મધ્યમ માહોલને પગલે હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.  

પાંચમી ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે

પાંચમી ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળશે. જેમાં માત્ર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ સિવાયના 31 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે.

તૈયારી રાખજો! આજે આ જિલ્લામાં વરસાદની આગાહી, ગુજરાતમાં 24 કલાકમાં 175 તાલુકામાં મેઘ મહેર 4 - image


Google NewsGoogle News