ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, વાપીમાં 7 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Gujarat Rain Update


Gujarat Rain Update: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.3 ઈંચ, પારડ 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયામાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, વાપીમાં 7 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 2 - image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, વાપીમાં 7 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 3 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (ત્રીજી ઓગસ્ટ) જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ 4 બાળકોનાં મોત, કુલ મૃત્યુઆંક 65 થયો, લોકોની ચિંતા વધી


દ્વારા રાજ્યમાં ચોથી ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટની આગાહી 

રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, વાપીમાં 7 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 4 - image



Google NewsGoogle News