Get The App

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મેઘ મહેર, આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Representative image in Rain


Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થયા હતા. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. દાંતામાં 8 ઈંચ અને વડગામમાં 4 ઈંચ  અને  મહીસાગરના કડાણામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

દાંતામા 202 મિ.મી.,વડગામમાં 100 મિ.મી., કડાણામાં 84 મિ.મી., શેહેરામાં 71 મિ.મી., તિલકવાડામાં 67 મિ.મી., ખાનપુરમાં 57 મિ.મી., કથલાલમાં 51 મિ.મી., ગલતેશ્વરમાં 49 મિ.મી., પાલનપુરમાં 47 મિ.મી., કુકરમુંડામાં 47 મિ.મી., કપરાડામાં 45 મિ.મી., ઠાસરામાં 45 મિ.મી., ઉમરપાડામાં 40 મિ.મી., નાંદોદમાં 39 મિ.મી., ઝઘડિયામાં 34 મિ.મી., ઉમરગામમાં 31 મિ.મી. ખેડબ્રહ્મામાં 31 મિ.મી., હાલોલમાં 31 મિ.મી અને સતલાસણામાં 30 મિ.મી. વરસાદ નોંધાયો છે.

આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે (પાંચમી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચમાં વરસાદ પડી શકે છે.

છઠ્ઠીથી આઠમી જુલાઈ દરમિયાન  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં હવળોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં છઠ્ઠી જુલાઈ અને આઠમી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઠમીથી 16મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મેઘ મહેર, આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી 2 - image



Google NewsGoogle News