Get The App

11 ઈંચ વરસાદ ખાબકતાં ઉમરપાડા જળબંબાકાર, ગુજરાતમાં 24 કલાકમાં 114 તાલુકા ભીંજાયા

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Heavy-Rain


Gujarat Rain Update: ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી બેટિંગ શરૂ કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 11.81 ઈંચ વરસાદ નોંધાયો છે, ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મોટા ભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ભરૂચના વાલિયામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. નર્મદાના સાગબારામાં 3 ઈંચ અને નવસારીના ખેરગામમાં 2.75 ઈંચ વરસાદ નોંધાયો છે.

11 ઈંચ વરસાદ ખાબકતાં ઉમરપાડા જળબંબાકાર, ગુજરાતમાં 24 કલાકમાં 114 તાલુકા ભીંજાયા 2 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (11મી સપ્ટેમ્બર) અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

11 ઈંચ વરસાદ ખાબકતાં ઉમરપાડા જળબંબાકાર, ગુજરાતમાં 24 કલાકમાં 114 તાલુકા ભીંજાયા 3 - image

12મીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો:  ભાજપના સભ્યપદ અભિયાનની પોલ ખૂલી, ટારગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતાં શાળાને નોટીસ

15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી,નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદ પડી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાત પર ત્રણ સિસ્ટમની અસર રહેશે

ગુજરાત પર ત્રણ સિસ્ટમની અસર રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઑફ શોર ટ્રેક, દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન તથા બંગાળની ખાડીમાંથી જે સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધીને ડિપ્રેશન બન્યું છે તે હાલમાં ઉત્તર છત્તીસગઢના આસપાસ સક્રિય છે, જે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. જેને કારણે ગુજરાત ઉપર વરસાદની અસર રહેશે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના છે.

11 ઈંચ વરસાદ ખાબકતાં ઉમરપાડા જળબંબાકાર, ગુજરાતમાં 24 કલાકમાં 114 તાલુકા ભીંજાયા 4 - image



Google NewsGoogle News