ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં મેઘમહેર, આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં મેઘમહેર, આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ બેટીંગ શરુ કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગાંધીનગરના માણસામાં 3 ઇંચ અને દહેગામમાં 2.83 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે નાંદોદમાં 2.32 ઇંચ, કપડવંજ 2.09 ઇંચ, સિનોરમાં 1.97 ઇંચ, ગરુડેશ્વરમાં 1.65 ઇંચ, કપરાડા 1.57 ઇંચ અને જેસરમાં 1.14 ઇંચમાં વરસાદ પડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે (સાતમી સપ્ટેમ્બર) અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં મેઘમહેર, આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 2 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (સાતમી સપ્ટેમ્બર) અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: ભાજપની ભાંજગડ, વરસાદી પૂરે વડોદરાને ડૂબાડયું, પ્રજાની પીડાને રાજકારણનો અખાડો બનાવી દીધો


આઠમીથી 11મી સપ્ટેમ્બર સુધી આગાહી

આઠમી સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

નવમી અને 10મી સપ્ટેમ્બરે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

11મી સપ્ટેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ 

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ વરસી ચૂકયો છે. તમામ ઝોનમાં 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોન 128 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 122 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 116 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 104 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં મેઘમહેર, આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 3 - image


Google NewsGoogle News