Get The App

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, વ્યારામાં સૌથી વધુ 8.3 ઇંચ

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, વ્યારામાં સૌથી વધુ 8.3 ઇંચ 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 6.25 છ ઇંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, વ્યારામાં સૌથી વધુ 8.3 ઇંચ 2 - image

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, વ્યારામાં સૌથી વધુ 8.3 ઇંચ 3 - image

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ

હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે (27મી સપ્ટેમ્બર) વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. વહેલી સવારથી શહેરના એસજી હાઇવે, બોપલ, સરખેજ, શિવરંજની અને નવા વાડજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: અંધારપટ વચ્ચે અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ, 10 જિલ્લામાં ભારે મેઘમહેરની આગાહી

હવામાન વિભાગ શું કહે છે? 

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર આજે (27 સપ્ટેમ્બર) રાજ્યના 4 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, વ્યારામાં સૌથી વધુ 8.3 ઇંચ 4 - image



Google NewsGoogle News