અંબાલાલ પટેલની આગાહી: આ તારીખથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Gujarat Rain Update


Gujarat Rain Update: ગુજરાતના વિવિધ ભાગોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે (20મી જૂન) પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે શું કરી આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર, 23મી જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ 30મી જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. 24મીથી 26મી જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30મી જૂન મગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યમાં સર્વત્ર વરસાદ 24મી થી 30મી જૂનની વચ્ચે જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 20મી જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા છે. તો 21મી જૂને અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ ,દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છ વરસાદ પડી શકે છે.  

22મીથી 23મી જૂને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત આગામી 24મી, 25મી અને 26મી જુને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો 

ઉલ્લેખનીય છે કે, આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, ડાંગ તથા વડોદરામાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગરમાં પણ વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો નર્મદા જિલ્લાના નાંદોદમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

અંબાલાલ પટેલની આગાહી: આ તારીખથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા 2 - image



Google NewsGoogle News