સવારથી જ મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ શરૂ, ટંકારામાં 4 ઈંચ વરસાદ, જાણો રાજ્યમાં શું સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં મેઘ મહેર

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
Gujarat-Monsoon


Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન આજે (27મી જૂન) અમરેલી જિલ્લાના ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે વરસાદ વરસ્યો છે. 

જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. કોડીનારમાં સવા ત્રણ ઈંચ, ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢમાં ત્રણ ઈંચ, દાંતામાં સવા બે ઈંચ, જેતપુરમાં બે ઈંચ, સુત્રાપાડામાં બે ઈંચ, કાલાવડમાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, વાંકાનેરમાં દોઢ ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત  હળવદ, ડભોઈ, છોટા ઉદેપુર, જામનગરના લાલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: 'ઉડતા ગુજરાત'! લોકજાગૃતિનો માત્ર દેખાડો, ડ્રગ્સ સામે લડતી 75 સંસ્થાની ગ્રાન્ટ સરકારે બંધ કરી


આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (27મી જૂન) બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

સવારથી જ મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ શરૂ, ટંકારામાં 4 ઈંચ વરસાદ, જાણો રાજ્યમાં શું સ્થિતિ 2 - image



Google NewsGoogle News