ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, આગામી પાંચ દિવસ મેઘ મહેરની આગાહી
Heavy Rain In Gujarat: ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 2.48 ઇંચ, સંખેડામાં 1.85 ઇંચ, ગારિયાધાર અને શિનોરમાં 1.81 ઇંચ, વલોડમાં 1.49 ઇંચ જોટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24મી ઑગસ્ટે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: ગુજરાત હાઇકોર્ટ
25મી ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
26થી 28 ઑગસ્ટની આગાહી
26મી ઑગસ્ટ કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સિવાયના મોટાભાગના જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલવાશે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સતત ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદના જોર પછી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થશે. 27મી ઑગસ્ટે કચ્છ, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે બનાસકાંઠા, મહેસાણા, ખેડા, વડોદરા, ભરૂચ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 27મી અને 28મી ઑગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. જેમાં 28 ઑગસ્ટે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, અમદાવાદ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.