Get The App

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘ મહેર, સિઝનનો સૌથી વધુ વરસાદ આ જિલ્લામાં નોંધાયો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘ મહેર, સિઝનનો સૌથી વધુ વરસાદ આ જિલ્લામાં નોંધાયો 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદમાં દોઢ ઇંચ, કપરાડામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં સરેરાશ 23.50 ઇંચ સાથે સિઝનનો 67.70 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘ મહેર, સિઝનનો સૌથી વધુ વરસાદ આ જિલ્લામાં નોંધાયો 2 - image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘ મહેર, સિઝનનો સૌથી વધુ વરસાદ આ જિલ્લામાં નોંધાયો 3 - image

દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો

જિલ્લા પ્રમાણે જોઈએ તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 150 ટકા વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 30.27 ઇંચની સામે 46 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જૂનાગઢ અને પોરબંદર એવા બે જિલ્લા છે, જ્યાં 124 ટકા વરસાદ વરસ્યો છે. નવસારીમાં પણ ટૂંક સમયમાં 100 ટકાથી વધુ વરસાદ પૂરો થાય તેવી સંભાવના છે જ્યાં હજુ 96 ટકા વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 147 ટકા, કેશોદમાં 145 ટકા, વંથલીમાં 144 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હાલ 39 તાલુકામાં 40 ઇંચથી વધુ, 64 તાલુકામાં 20થી 40 ઇંચ, 151 તાલુકામાં 10થી 20ઇંચ, 39 તાલુકામાં 5થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (છઠ્ઠી ઑગસ્ટ) વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સાતમી ઑગસ્ટની આગાહી

સાતમી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આઠમી અને નવમી ઑગસ્ટની આગાહી

આઠમી ઑગસ્ટે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંમચહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

નવમી ઑગસ્ટે  નવસારી, વલસાડ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ભાવનગર, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, આણંદ, ખેડા, વડોદરા, તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


Google NewsGoogle News