ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ, આજે આ જિલ્લામાં ઍલર્ટ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ, આજે આ જિલ્લામાં ઍલર્ટ 1 - image

Gujarat Rain Update: ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 2.71ઇંચ, બેચરાજીમાં 2.40 ઇંચ, રાધનપુરમાં 2.28 ઇંચ, શંખેશ્વરમાં 1.7 ઇંચ, લાખાણીમાં 1.5 ઇંચ, જોટાણામાં 1.4 ઇંચ, નડિયાદમાં 1.4 ઇંચ, કડીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે પાંચમી સપ્ટેમ્બરથી નવીમી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ, આજે આ જિલ્લામાં ઍલર્ટ 2 - image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ, આજે આ જિલ્લામાં ઍલર્ટ 3 - imageહવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી સપ્ટેમ્બર) બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છના અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભામાં ભાજપના કાર્યકરો પોતાના સિવાયનો અન્ય એક વોટ લાવવામાં પણ નિષ્ફળ રહ્યા


છઠ્ઠી સપ્ટેમ્બર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

સાતમીથી આઠમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, બનાસકાંઠા, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે નવમી સપ્ટેમ્બરે વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, 25થી 30મી ઑગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઈ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલની હાનિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ, આજે આ જિલ્લામાં ઍલર્ટ 4 - image


Google NewsGoogle News