અમદાવાદમાં આગાહી વચ્ચે મેઘરાજાની પધરામણી, અનેક વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવી
Heavy Rain In Ahmedabad: અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. સરખેજ, પ્રહલાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ.જી હાઇવે સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે છતાં અમદાવાદ અને રાજકોટમાં 50 ટકા ઓછો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
નવમી ઑગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 14 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. જેમાં સેટેલાઈટ, જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, શિવરંજની, આંબાવાડી, એસ.જી. હાઈવે, મકરબા, શિલજ સહિતના વિસ્તારોમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ગોતા, બોપલ, ચાંદલોડિયા, વાસણા, પાલડી, થલતેજમાં અડધો ઈંચ સહિત લાલ દરવાજા, ખાડિયા, શ્યામલ, માણેકબાક, વાડજ, સુભાષબ્રિજ, શાહીબાગ, એરપોર્ટ, જમાલપુર, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની અપડેટ
10મીથી 14મી ઑગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે આગામી 14 ઑગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.