દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, નદીઓમાં નવા નીરના વધામણા

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
Gujarat Rain Update


Gujarat Rain Update: ગુજરાતમાં હવામાન વિભાગની ભારે આગાહી વચ્ચે આજે (23મી જૂન) સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, ભરૂચ અને સુરતમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે નદીઓમાં નવા નરી આવ્યા હતા અને રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હતા.

અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને પગલે સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીર આવ્યાં હતા. બીજી તરફ પોરબંદર જિલ્લામાં આજે  ધોધમાર વરસાદ વરસ્યો હતો. બગવદર, ખાંભોદર, રામવાવ. કાટવાણા, કુણવદર અને બખરલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આજે મોરબીમાં 5 મિ.મી. જ્યારે હળવદમા પોણો ઈંચ અને ટંકારામા અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતા.

ભરૂચ સુધી ચોમાસું પહોંચ્યું

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારીથી આગળ વધી નર્મદા, ભરૂચ સુધી ચોમાસું પહોંચ્યું છે. ભરૂચમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. તો છોટા ઉદેપુરમાં પણ વરસાદ વરસ્યો છે. 

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. 23મી જૂને જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. 24મી જૂને અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યેલો અલર્ટ અને ભાવનગર, ભરૂચ, સુરતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, નદીઓમાં નવા નીરના વધામણા 2 - image



Google NewsGoogle News