ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, ભારે પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઍલર્ટ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
Heavy-Rain


Gujarat Rain Update: ગુજરાતમાં ઑગસ્ટના પહેલા અઠવાડિયાથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. માછીમારોને પણ દરિયામાં ન જવા માટે ઍલર્ટ કરવામાં આવ્યા છે.

આજે આ જિલ્લામાં યલો ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. આજે (22 ઑગસ્ટ) દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી, આજે રાજીવ ગાંધી ભવનથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રા યોજાશે


23થી 25મી ઑગસ્ટની આગાહી

23મી ઑગસ્ટના દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 24મી ઑગસ્ટે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 25મી ઑગસ્ટે મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

26મી ઑગસ્ટની આગાહી

26મી ઑગસ્ટે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભરુચ અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

27મી ઑગસ્ટની આગાહી

27મી ઑગસ્ટેે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, ભારે પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઍલર્ટ 2 - image


Google NewsGoogle News