Get The App

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય, 29 જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
Heavy-Rain


Gujarat Rain Update: ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે (27મી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 

રાજ્યમાં સિઝનનો સરેરાશ 55 ટકાથી વરસાદ નોંધાયો 

28મી જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 29મી જુલાઈ સુરત, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 20 ઈંચ સાથે સિઝનનો 55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વઘુ 76 ટકા, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછા 29.55 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં જળપ્રલય: ભારે વરસાદ વચ્ચે 2500 લોકોને બચાવાયા, 113 રસ્તા બંધ


નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર,

સુરતમાં ખાડીપૂર બાદ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારીની નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. ડાંગમાં વરસાદની તોફાની બેટિંગને પગલે નવસારીની પૂર્ણા નદીમાં પૂર આવ્યું છે અને 150થી વઘુ ઘરોમાં ત્રણથી આઠ ફુટ સુધીના પાણી ભરાઇ ગયા છે. 35 હજારથી વઘુ લોકોને પૂરની અસર થઇ છે. 2200થી વઘુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. ડાંગના સુબીરમાં 7.6 ઈંચ વરસાદ ખાબકયો હતો. 

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય, 29 જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી 2 - image


Google NewsGoogle News