Get The App

ગુજરાત પર ત્રણ સિસ્ટમની અસર, આગામી 48 કલાકમાં આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
ગુજરાત પર ત્રણ સિસ્ટમની અસર, આગામી 48 કલાકમાં આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા 1 - image


Gujarat Weather: ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ કેટલાક ભાગોમાં મેઘરાજાએ બેટિંગ શરુ કરી છે. આજે (10મી સપ્ટેમ્બર) વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. 

ગુજરાત પર ત્રણ સિસ્ટમ અસર રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 48 કલાક દરમિયાન ગુજરાત પર ત્રણ સિસ્ટમની અસર રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઑફ શોર ટ્રેક, દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન તથા બંગાળની ખાડીમાંથી જે સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધીને ડિપ્રેશન બન્યું છે તે હાલમાં ઉત્તર છત્તીસગઢના આસપાસ સક્રિય છે, જે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. જેને કારણે ગુજરાત ઉપર વરસાદની અસર રહેશે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: અંબાજીમાં ધોધમાર વરસાદ: પગપાળા નીકળેલા ભક્તોએ ચાલુ વરસાદમાં લગાવ્યા બોલ મારી અંબેના નાદ


11મી સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે.

12મીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી,નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદ પડી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં ઑગસ્ટ મહિનાના અંત સુધી પછી સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે, 'એટમોસ્ફેરિક વેવ મજબૂત થતાં 10મી સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે અને આ વચ્ચે ખેતરમાં પાણીનો ભરાવો ન થાય તે માટે ધ્યાન દોર્યું હતું.'

ગુજરાત પર ત્રણ સિસ્ટમની અસર, આગામી 48 કલાકમાં આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા 2 - image


Google NewsGoogle News