Get The App

મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધબધબાટી બોલવાશે, અંબાલાલ પટેલે કરી આગાહી

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
Gujarat Rain Update


Gujarat Rain Update: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે (28મી જૂન) 10 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ નોંધાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે. 

આ વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અનુસાર, અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બીજીથી પાંચમી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પાંચમીથી 12મી જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતાછે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ, અંબાજીમાં સતત 4 દિવસથી મેઘમહેર, 3 ઈંચ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે (28મી જૂન) ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, આણંદ, ડાંગ, વલસાડ, રાજકોટ, જામગનગર, અમરેલી તેમજ ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. બીજી તરફ 30મી જૂને ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. પહેલી જુલાઈ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધબધબાટી બોલવાશે, અંબાલાલ પટેલે કરી આગાહી 2 - image


Google NewsGoogle News