Get The App

ગુજરાતમાં 24 કલાકમાં 153 તાલુકામાં મેઘરાજાની રમઝટ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Heavy-Rain


Gujarat Rain Update: ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. નડીયાદ અને મેધરાજમાં 4 ઈંચ, બગસરામાં 3.81 ઈંચ, મહુધામાં 3.62 ઈંચ, દેહગામમાં 3.54 ઈંચ, અમીરગઢમાં 3.50 ઈંચ અને ગોધરમાં 3.26 ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં 24 કલાકમાં 153 તાલુકામાં મેઘરાજાની રમઝટ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો 2 - image

ગુજરાતમાં 24 કલાકમાં 153 તાલુકામાં મેઘરાજાની રમઝટ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો 3 - image

આજે આ જિલ્લામાં એલર્ટ 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (24મી ઑગસ્ટ) ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


25મી ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

ગુજરાતમાં 24 કલાકમાં 153 તાલુકામાં મેઘરાજાની રમઝટ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો 4 - image


Google NewsGoogle News