ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
Gujarat Rain Update: ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આજે આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75થી 100 ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે.
આ પણ વાંચો: ગુજરાત માટે ગુડ ન્યૂઝ, સતત અઠવાડિયું અત્ર તત્ર સર્વત્ર થશે મેઘમહેર, બંગાળની ખાડીમાં લો પ્રેશર
અંબાલાલ પટેલની આગાહી
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના આંકડા નોંધાયા છે. તેવામાં આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ સાથે અમદાવાદના મોટાભાગના વિસ્તારો અને તાલુકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.