Get The App

LIVE : ગુજરાતમાં સવારથી અત્યાર સુધીમાં 139 તાલુકા વરસાદથી તરબોળ, સૌથી વધુ બેચરાજીમાં નોંધાયો

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
rainfall in many parts in saurashtra region


Gujarat Rain Update: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે (29મી જૂન) વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા છે. સવારથી અત્યાર સુધીમાં 139 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મહેસાણાના બેચરાજીમાં નોંધાયો છે. અનેક જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કુલ 159 તાલુકમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં નોંધાયો છે.


  Gujarat Rain Live Update

4:57 PM

ગુજરાતમાં યલો એલર્ટ જાહેર 

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 30મી જૂને પોરબંદર, જૂનાગઢ, ગીર સામનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. પહેલી જુલાઈએ જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવલારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. બીજી જુલાઈએ, નવસારી વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ અને ત્રીજી જુલાઈએ બનાસકાંઠા, નવલારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. 

4:30 PM

રાજકોટમાં 1 કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 1 કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. 

3:05 PM

રાજકોટમાં NDRFની ટીમ તહેનાત

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને પ્રશાસન એલર્ટ મોડ પર છે. ત્યારે રાજકોટમાં NDRFની ટીમને તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડશે ત્યાં NDRFની ટીમને રવાના કરવામાં આવશે. 


2:55 PM

પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો 

પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગોધરાના અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ છે.


2:49 PM

આ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

વડોદરા, નડિયાદ અને આણંદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આજ સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે બગસરા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.


11:41 AM

રાજકોટમાં વરસાદ શરૂ 

રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. રૈયા રોડ, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.


10:22 AM

નવસારી-જલાલપોરમાં ધોધમાર વરસાદ

આજે (29મી જૂન) સવારથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ નોધાયો છે. નવસારી અને જલાલપોર શહેરમાં બે ઈંચ વરસાદ જ્યારે ગણદેવીમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

8:58 AM

આગામી પાંચ દિવસ ક્યાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 29 તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરા સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી છે. તો ૩૦ જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે પહેલી જુલાઈએ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, તો બીજી જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ત્રીજી જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

RAIN FORECAST IMD AHMEDABAD
Image : Twitter

08.50 AM

જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો

નવસારીમાં 106 મિ.મી., પલસાણામાં 103 મિ.મી., જલાલપોરમાં 87 મિ.મી., ઉમરગાવમાં 86 મિ.મી., ખેરગામમાં 75 મિ.મી., વાલોડમાં 64 મિ.મી., બોટાદમાં 61 મિ.મી., ગણદેવીમાં 59 મિ.મી., વાપીમાં 58 મિ.મી, બારડોલીમાં 53 મિ.મી, ચીખલીમાં 52 મિ.મી., વ્યારામાં 50 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં 47 મિ.મી., સુરતના મહુવામાં 47 મિ.મી., ઓલપાડમાં 45 મિ.મી, કામરેજમાં 45 મિ.મી., ધરમપુરમાં 43 મિ.મી., સૂત્રાપાડામાં 42 મિ.મી., બાવળામાં 42 મિ.મી., રાજુલા અને પારડીમાં 40 મિ.મી., ગારિયાધારમાં 38 મિ.મી., સુરત શહેરમાં 36 મિ.મી., ડોલવણમાં 36 મિ.મી., રાપરમાં 35 મિ.મી., વાગરામાં 33 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

08.40 AM

દક્ષિણ ગુજરાતમાં આખરે મેઘરાજા રીઝ્યા

દક્ષિણ ગુજરાતમાં મોડે મોડે મેઘરાજા રીઝતા હતા. શુક્રવારે દિવસ દરમિયાન ઠેર-ઠેર ભારેથી હળવો ખેતીલાયક વરસાદ પડવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ઉમરગામમાં નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લામાં સરેરાશ 1.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો તાપી જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.


LIVE : ગુજરાતમાં સવારથી અત્યાર સુધીમાં 139 તાલુકા વરસાદથી તરબોળ, સૌથી વધુ બેચરાજીમાં નોંધાયો 3 - image


Google NewsGoogle News