ચોમાસાની જેમ શિયાળો પર રહેશે આકરો, જાણો ક્યારથી શરૂ થશે કાતિલ ઠંડી

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
Rain And Winter


Gujarat Rain Prediction : રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગે આજે રિવાર માટે રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદનનું યલો અલર્ટ જાહેર કર્યું છે. જે મુજબ અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલે નવરાત્રિ અને શરદ પુનમના દિવસે પણ વરસાદની આગાહી કરી છે. સાથે જ શિયાળાને લઈને પણ મહત્વની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 'હવામાનમાં ફેરફાર થતા શરદ પૂનમ પછી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહેશે. આ સાથે દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટો આવવાની સાથે દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તેવામાં બંગાળના ઉપસાગરમાં આગામી 18 થી 20 ઓક્ટોબર સુધીમાં ભારે વાવાઝોડું રહેવાની શક્યતા છે, તેથી 22 ઓક્ટોબર સુધીમાં માવઠું થઈ શકે છે.'

આ પણ વાંચો : વડોદરાવાસીઓ ફરી ફફડ્યા, ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા, કોર્પોરેશન ઉંઘતુ ઝડપાયું

ઠંડીને લઈને શું કહ્યું અંબાલાલ પટેલે

અંબાલાલનું કહેવું છે કે, 'રાજ્યમાં શિયાળાની શરૂઆત 29 ઓક્ટોબરથી થતા ઠંડીની અસર થશે, જ્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદની શક્યતા હોવાથી ડિસેમ્બરના મહિનામાં સખત ઠંડી પડશે. આ દરમિયાન લા નીનોની અસર વર્તાવાની હવામાન વિદ્વાનો દ્વારા જણાવવામાં આવ્યું છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વરસાદ થવાની શક્યતા હોવાથી ભૂસ્ખલન પણ થઈ શકે છે.'

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં ભાદરવો મહેરબાન, મહુવામાં આભ ફાટ્યું!

રાજ્યમાં ચોમાસાની સિઝનનો 136 ટકા વરસાદ

રાજ્યમાં આજે (29મી સપ્ટેમ્બર) સુધીમાં સિઝનનો સરેરાશ 136 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 185 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 145 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 141 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 132 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 114 ટકા વરસાદ નોંધાયો છે.


Google NewsGoogle News