Get The App

લાયકાત ધરાવતા હેડ કોન્સ્ટેબલોને બઢતી આપીને એએસઆઇ તરીકે નિમણૂંક અપાશે

આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની નિમણૂંક અંગે ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય

એએસઆઇની ખાલી જગ્યા ભરવા તમામ પોલીસ અધિક્ષકોને ૩૧મી ઓગસ્ટ સુધી હેડ કોન્સ્ટેબલોને એએસઆઇની બઢતીની કાર્યવાહી પૂર્ણ કરવા નિર્દેશ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
લાયકાત ધરાવતા હેડ કોન્સ્ટેબલોને બઢતી આપીને એએસઆઇ તરીકે નિમણૂંક અપાશે 1 - image

અમદાવાદ,શનિવાર

ગુજરાત પોલીસમાં હાલ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઇ)ની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી છે. જો કે ગૃહ વિભાગે આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લીધો છે કે એએસઆઇની સીધી ભરતી કરવાને બદલે જરૂરી લાયકાત ધરાવતા હેડ કોન્સ્ટેબલોને   એએસઆઇ તરીકે પ્રેમોશન આપવામાં આવશે. જે અનુસંધાનમાં રાજ્યના તમામ પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનરેટને ૩૦મી ઓગસ્ટ સુધીમાં હેડ કોન્સ્ટેબલોને બઢતી આપીે એએસઆઇ તરીકેની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ કરવી. તેમજ હેડ કોન્સ્ટેબલોની ખાલી પડતી જગ્યા પર કોન્સ્ટેબલોને નિમણૂંક આપવાની કામગીરી કરવી. ગુજરાત પોલીસમાં આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ખાલી પડેલી જગ્યામાં અનુભવી સ્ટાફની નિમણૂંક થાય અને પોલીસ વિભાગની કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે ગૃહ વિભાગે  એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે એએસઆઇની સીધી ભરતી કરવાને બદલે હેડ કોન્સ્ટેબલોને બઢતી આપીને ખાલી જગ્યા ભરવામાં આવશે. જે અનુસંધાનમાં  એડમીનના વડા ગગનદીપ ગંભીર દ્વારા રાજ્યના તમામ પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને પત્ર પાઠવીને સુચના આપવામાં આવી છે. જેમાં બઢતી અંગે પ્રાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલોને આગામી ૩૦ ઓગસ્ટ સુધીમાં  એએસઆઇની ખાલી પડતી  જગ્યા પર બઢતી આપવી તેમજ હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યા પર કોન્સ્ટેબલોની બઢતી આપવાની કામગીરી પૂર્ણ કરવી.જેનો રિપોર્ટ ૩૧મી ઓગસ્ટ સુધીમાં ડીજીપીને મોકલવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. આમ, ઓગસ્ટ મહિના અંત સુધીમાં એએસઆઇની મહત્વની ખાલી જગ્યાઓ ભરાવવાની સાથે  આગામી સમયમાં કોન્સ્ટેબલોની મોટા પ્રમાણમાં ભરતીની પ્રક્રિયા પણ કરવામાં આવશે.


Google NewsGoogle News