Get The App

ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્ત્વનું અપડેટ: લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર

Updated: Apr 2nd, 2025


Google News
Google News
ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્ત્વનું અપડેટ: લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર 1 - image


Gujarat Police Bharti Exam : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 11000થી વધુ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરાય હતી, ત્યારે હવે 13 એપ્રિલે યોજાનારી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષાના કોલલેટર આગામી 5 એપ્રિલથી ojas પરથી ડાઉનલોડ કરી શકાશે. 

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા કોલલેટરની તારીખ જાહેર

ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા થોડા સમય પહેલાં PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે કસોટી પૂર્ણ થતાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની વિગતો જાહેર કરી હતી. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની 13 એપ્રિલ, 2025ના રોજ યોજાનારા પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષાના કોલલેટર આગામી 05 એપ્રિલ, 2025ના રોજ બપોરના 2 વાગ્યે ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. 

એક જ દિવસે લેવાશે પેપર 1-2ની લેખિત પરીક્ષા

ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, 'બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ 13 એપ્રિલ 2025(રવિવાર)ના રોજ યોજાશે. પેપર-1 (3 કલાક) અને પેપર-2(3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ લેવી.

ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્ત્વનું અપડેટ: લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર 2 - image

ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્ત્વનું અપડેટ: લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર 3 - image

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી, 6 દિવસ હીટવેવને લઈને યલો-ઓરેન્જ એલર્ટ

બિન હથિયારી PSIની શારીરિક કસોટીનું પરિણામ અને લેખિત પરીક્ષા અંગેની માહિતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પર પરિણામ જાહેર કરાયું હતું. આ જ વેબસાઇટ પર લેખિત પરીક્ષા અંગેની પણ નોટિફિકેશન જાહેર કરાઈ છે.

Tags :