Get The App

'અમારી આ ઑફરનો લાભ ન લેવા વિનંતી', 31st પર ગુજરાત પોલીસની ખાસ સૂચના

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
'અમારી આ ઑફરનો લાભ ન લેવા વિનંતી', 31st પર ગુજરાત પોલીસની ખાસ સૂચના 1 - image


Gujarat Police: 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ-સુરત સહિત ગુજરાત પોલીસે રાજ્યનો મોટા શહેરોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. નવા વર્ષની ઉજવણી માટે યુવાધન હિલોળે ચઢ્યું છે, ત્યારે મોટા ઘરના નબીરાઓ અને અસામાજિક તત્ત્વો નશામાં છાકટા બનીને નવા વર્ષની ઉજવણી કરે છે. ત્યારે પોલીસ દ્વારા આવા નબીરાઓને મીઠો સંદેશ આપ્યો છે અને એક અનોખી ઑફર મૂકી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે, 'અમારી આ ઑફરનો લાભ ન લેવા વિનંતી.'

ગુજરાત પોલીસની ખાસ ઑફર

ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ખાસ ઑફર જાહેર કરી છે. જેમાં લખ્યું છે કે, 'ગુજરાત પોલીસની અભૂતપૂર્વ ઑફર, આતિથ્ય અને સરભરા સાથે મફત પિકઅપની વ્યવસ્થા કરાઈ છે. આ ઑફર રેસ ડ્રાઇવર, નશાખોર ડ્રઇવર, સમાજ વિરોધી તત્ત્વો માટે છે.' આ ઉપરાંત પોલીસે આ ઑફરનો લાભ ન લેવા માટે વિનંતી કરી છે. 

બીજી તરફ 31મી ડિસેમ્બરને લઈને સુરત પોલીસે સોશિયલ મીડિયામાં 'X' પર પોસ્ટ કરી છે. જેમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મના ટાઇટલ સાથે ચેતવણી સાથેનો મેસેજ વાયરલ કર્યો છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, 'આજે 31મી ડિસેમ્બર છે વર્ષનો છેલ્લો દિવસ છે. તમને થશે જ કે, ચાલ જીવી લઈએ અને તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો પરંતુ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે જરૂરથી કહીશું કે ભલે પધાર્યા. તમારી સુરત શહેર પોલીસ' નોંધનીય છે કે, શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે 4000 જેટલો સ્ટાફ તહેનાત કર્યો છે. 

આ પણ વાંચો: 31 ડિસેમ્બરની ઉજવણી પહેલાં દરિયા દારૂની હેરાફેરી, પોલીસે બે બુટલેગરો સહિત લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત


ગુજરાત પોલીસ બની ટૅક્નોસેવી

ઉલ્લેખનીય છે કે, ધીમે ધીમે ગુજરાત પોલીસ ટૅક્નોસેવી બની રહી છે. છેલ્લા ઘણાં સમયથી પોલીસ દ્વારા તહેવારો સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને સંદેશ આપવામાં આવે છે. તો ક્યારેક એલર્ટ કરે છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી વિવિધ ક્રિએટિવ પોસ્ટ વાયરલ પણ થાય છે.  

આ પણ વાંચો: ગુજરાત પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ પણ લેતી નથી, ખુદ અધિક ગૃહ સચિવે કમિશ્નરને પત્ર લખવો પડ્યો


અમદાવાદમાં 203 બ્રેથ એનલાઈઝર સાથે શહેરમાં 145 ચેક પોઇન્ટ ગોઠવાયા

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન અનિચ્છનીય ઘટનાઓ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નવ હજાર જેટલા પોલીસ સ્ટાફ તહેનાત રહેશે. જેમાં પાંચ જેસીપી, 13 ડીસીપી, 24 એસીપી, 115 પોલીસ ઇન્સ્પેક્ટર, 225 પોલીસ સબ ઈન્સ્પેક્ટર, 4500 પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીને બે કંપની અને 3100 હોમ ગાર્ડસના જવાનોનો સમાવેશ થાય છે. શહેરમાં એન્ટ્રી અને એક્ઝીટના 145 પોઇન્ટ પર નાકાબંધી કરીને વાહન ચેકિંગની કામગીરી કરાશે. આ સાથે નવ ક્વીક રિસ્પોન્સ ટીમ, 24 ક્રેન, 2500 બોડી વોર્ન કેમેરા, બીડીડીએસની ચાર ટીમ, 29 સ્પીડ ગન તેમજ 203 જેટલા બ્રેથ એનલાઈઝરની મદદથી પોલીસની ટીમ કામગીરી કરશે.

'અમારી આ ઑફરનો લાભ ન લેવા વિનંતી', 31st પર ગુજરાત પોલીસની ખાસ સૂચના 2 - image


Google NewsGoogle News