Get The App

છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે 16155 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, બાતમીદારોને મળ્યું લાખોનું ઈનામ

Updated: Jan 9th, 2025


Google News
Google News
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે 16155 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, બાતમીદારોને મળ્યું લાખોનું ઈનામ 1 - image


Drugs Seized In Gujarat : ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાયાની અનેક ઘટનાઓ સામે આવે છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે 16155 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જ્યારે ડ્ર્ગ્સ સંબંધિત પોલીસને બાતમી આપનારા લોકોને સરકાર દ્વારા લાખો રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું છે. 

ત્રણ વર્ષમાં 87607 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત સરકારે ડ્રગ્સ જેવા દૂષણને ડામવા માટે 2021માં ગૃહ વિભાગ દ્વારા નાર્કો રિવોર્ડ પોલિસી અમલમાં મુકાય હતી. જેમાં ડ્રગ્સને પોલીસને બાતમી આપનારા લોકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાતા હતા. વર્ષ 2021 થી ડિસેમ્બર, 2024 સુધીમાં રાજ્યમાં રૂ.16155 કરોડની કિંમતનું 87607 કિલોગ્રામ ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું અને 2500થી વધુ આરોપી સામે આવ્યા. ગુજરાત બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે. 

આ પણ વાંચો: રાજકોટમાંથી ઝડપાયું 800 કિલો નકલી પનીર, મોટી હોટલો, રેસ્ટોરાં, રેકડીમાં થતુ હતું સપ્લાય

નાર્કો રિવોર્ડ પોલિસી હેઠળ, અત્યારસુધીમાં DGP કમિટીએ 64 લોકો માટે 51202 રૂપિયા રિવોર્ડ મંજૂર કર્યા છે. જ્યારે ACS, ગૃહ સ્તરની કમિટીએ 169 લોકોને 6.36 કરોડ રૂપિયાથી વધુની રિવોર્ડ માટે રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત, 737 લોકોને કુલ 5.13 કરોડ રૂપિયા રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ NCB કમિટીને મોકલવામાં આવ્યો છે.

ઈનામની રકમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

પોલીસની જાણકારી મુજબ, નાર્કો રિવોર્ડ પોલિસીના નિયમો પ્રમાણે ડ્રગ્સને લગતી બાતમી આપનારા લોકોને સરકાર દ્વારા ઈનામ આપવામાં આવે છે. જેમાં બાતમીદારે આપેલી માહિતીની વિશિષ્ટતા, ચોકસાઈ, તેનું જોખમ સહિતની જાણકારીને આધારે ઈનામ નક્કી કરવામાં આવે છે. આ સાથે ડ્ર્ગ્સની જપ્તી સફળ બનાવતા સરકારી કર્મચારીઓ-અધિકારીઓ માટે, સામેલ પ્રયાસ, કામગીરી દરમિયાન લેવાયેલ જોખમ, તકેદારી અને પ્રતિબંધિત પદાર્થો સંબંધિત કોઈપણ ધરપકડ જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં ફરજ પરના અધિકારી કે કર્મચારી ઈનામ માટે પાત્ર નથી. જ્યારે બાતમીદારને જપ્ત કરાયેલા પદાર્થના મૂલ્યના 20% સુધીનું ઈનામ આપાય છે. 

Tags :
DrugsGujaratPolice

Google News
Google News