Get The App

ગુજરાતમાં એક સપ્તાહ સુધી ટ્રાફિક નિયમનો ભંગ કરનારને મેમો નહી આપે

પોલીસ ટ્રાફિક અવેરનેસ માટે પેમ્ફલેટ અને ફુલ આપશે

દિવાળીના તહેવારમાં વાહનચાલકોમાં ટ્રાફિક અવેરનેસ વધારવા માટે ગૃહવિભાગે નિર્ણય લીધો

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં એક સપ્તાહ સુધી ટ્રાફિક નિયમનો ભંગ કરનારને મેમો નહી આપે 1 - image

અમદાવાદ,બુધવાર

ગુજરાત પોલીસે દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને મેમો આપવાને બદલે ટફિક અવેરનેસ પેમ્ફલેટ અને ગુલાબનું ફુલ આપીને સમજણ આપશે. જેમાં  ૩૦ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી પોલીસને ટ્રાફિકના નિયમાનો ભંગ કરનાર સામે કાર્યવાહી ન કરવા માટે સુચના આપી છે. વાહનચાલકોમાં ટ્રાફિકને પુરતી અવેરનેસ ન હોવાને કારણે પોલીસ દ્વારા તહેવારોમાં આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.નવતર પ્રયોગ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હેલ્મેટ નહી પહેરનાર, સીટ બેલ્ટ નહી બાંધનાર,  ઓવર સ્પીડ, રોંગ સાઇડ ડઇવીંગ અને લેન ભંગના ગુનામાં મેમો નહી અપાઇ.

રાજ્યના ગૃહવિભાગ અને ગુજરાત પોલીસે રાજ્યભરમાં ટફિકના નિયમોનો ભંગ કરનાર  લોકોમાં જાગૃતિ આવે તે માટે દિવાળીને તહેવારમાં એક નવતર પ્રયોગ  શરૂ કર્યો છે. જેમાં પોલીસ ૩૦મી  ઓક્ટોબરથી ૬ઠ્ઠી નવેમ્બર દરમિયાન ટ્રાફિરના નિયમોનો ભંગ કરનારને મેમો નહી પણ ગુલાબનું ફુલ તેમજ જાગૃતિ માટેની પત્રિકા આપશે.  સાથેસાથે તેમને ટ્રાફિકના નિયમોના ભંગથી થતા કાયદાકીય, પારિવારીક નુકશાન અંગે પણ સમજાવવામાં આવશે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ટ્રાફિકના પ્રશ્નો લોકોમાં  ધાર્યા મુજબની સમજણ નથી અને અનેક લોકો જાણી જોઇને નિયમોનો ભંગ કરે છે. જેના કારણે અનેક કિસ્સામાં પરિવારજનોને પણ ભોગવવાનું આવે છે. જેથી લોકોને  ટફિકના નિયમોનો ભંગ કરનારને  ટ્રાફિક અવેરનેસના પ્રોજેક્ટથી સમજાવવામાં આવશે.



Google NewsGoogle News