ગુજરાત : સત્તા પરિવર્તનને કારણે પ્રજા ચોંકી જાય
સંવત ૨૦૮૧ નું વર્ષ ગુજરાત રાજય માટે અકંદરે સારૃં પસાર થાય. વિકાસના કાર્યો આગળ વધે. નવા રોકાણો આવવાને લીધે તેને વેગ મળે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે તૈયાર થાય.
રાજકીય દ્રષ્ટિએ પણ ગુજરાતમાં સાનુકૂળતા રહે. પરંતુ ૨૯ માર્ચથી ૧૮ મે દરમ્યાન આકસ્મિક રાજકીય પરિવર્તન, સત્તા પરિવર્તનના કારણે પ્રજા ચોંકી જાય. આ સમય દરમ્યાન સત્તાધારી પક્ષે નવા નિર્ણયો લેવામાં, નવીન ફેરફારો કરવામાં ધ્યાન રાખવું પડે. તેમના ગણત્રી-ધારણા અવળા પડવાને લીધે મુશ્કેલીમાં મુકવાનો સમય આવે.