Get The App

તિરુપતિ બાદ અંબાજીનો મુદ્દો ચગ્યો, દોઢ વર્ષ વીત્યું છતાં ભેળસેળયુક્ત પ્રસાદ અંગે હજુ રિપોર્ટ નહીં!

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
તિરુપતિ બાદ અંબાજીનો મુદ્દો ચગ્યો, દોઢ વર્ષ વીત્યું છતાં ભેળસેળયુક્ત પ્રસાદ અંગે હજુ રિપોર્ટ નહીં! 1 - image
Image: Ambaji Temple

Prasad Controversy : પ્રસિદ્ધ તિરૂપતિ તિરૂમાલા મંદિરમાં પ્રસાદરૂપે અપાતાં લાડુમાં પશુની ચરબીની ભેળસેળ થતી હોવાનું બહાર આવતા વિવાદ થયો છે. આ અગાઉ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ મોહનથાળમાં ભેળસેળનો મુદ્દો ચગ્યો હતો. પ્રસાદરુપે અપાતાં મોહનથાળમાં અશુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, આ વાતને એક વર્ષ વીતવા આવ્યું છે, ત્યારે પ્રસાદમાં વપરાતાં અશુદ્ધ ઘીમાં શું હતું તે મામલે હજુ સુધી કોઇ રિપોર્ટ જાહેર કરાયો નથી. એટલું જ નહી, લાખો શ્રદ્ધાળુઓને ગુણવત્તા વિનાનો પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો હતો તે સમગ્ર મામલે ખુદ સરકારે જ હળવેકથી ઠંડુ પાણી રેડી દીઘું છે.

શું હતો સમગ્ર વિવાદ? 

તિરૂપતિ મંદિરમાં લાડુના પ્રસાદમાં અશુદ્ધતાનો ખુલાસો થતાં દેશભરમાં વિવાદ થઈ રહ્યો છે. જોકે, એક વર્ષ પહેલાં મંદિરમાં પણ હલકી ગુણવત્તાના ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જેની જાણ થતાં રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી હતી. એટલુ જ નહીં, અશુદ્ધ ઘીના 180 ડબ્બા જપ્ત કર્યા હતાં. તપાસમાં એવું બહાર આવ્યુ હતું કે, ઘીના ડબ્બા પર સાબર ડેરીના ડુપ્લિકેટ લેબલ લગાવાયા હતાં. તે વખતે મોહનથાળ બનાવતા મોહીની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો હતો. ઘીના સેમ્પ્લ એફએસએલથી માંડીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબમાં મોકલાયાં હતાં.

આ પણ વાંચોઃ મંદિર બનાવવાના નામે 1.76 કરોડની છેતરપિંડી, વડતાલ સ્વામિનારાયણ સાધુઓ સામે વધુ એક ગુનો

પ્રસાદને લઈને ઉઠ્યાં સવાલો

આ આખીય ઘટનાને એક વર્ષ વીતવા આવ્યું છે ત્યારે અશુદ્ધ ઘીમાં શું હતું? તે અંગેનો રિપોર્ટ હજુ જાહેર કરાયો નથી. આ ઉપરાંત અશુદ્ધ ઘીનો ઉપયોગ કરીને મોહનથાળ બનાવવામાં આવી રહ્યો હતો. ત્યારે ખુદ અંબાજી મંદિરના ટ્રસ્ટે એનડીડીબી જેવી સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં કેમ ચકાસણી કરાવી નહી?

આ પણ વાંચોઃ ગુજરાતની લેબમાં તિરુપતિના લાડુનો ભાંડો ફૂટ્યો, ફળ-શાકભાજી, દૂધ અને મધનું પણ થાય છે પરીક્ષણ

ફરી એ જ કોન્ટ્રાક્ટરને અપાયો કોન્ટ્રાક્ટ

આ અગાઉ પણ દૂધને બદલે દૂધ પાવડર નાંખીને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે પણ કેટરર્સ સામે પગલાં લેવાને બદલે સહાનુભૂતિ દાખવવામાં આવી હતી. હાલ પણ મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ અશુદ્ધ ઘીનો ઉપયોગ કરનારને જ આપી દેવાયો છે. આમ, ભેળસેળયુક્ત પ્રસાદને લઈને થયેલાં વિવાદ પર હાલ ઠંડુ પાણી રેડી દેવાયું છે. 



Google NewsGoogle News