અંબાલાલ પટેલની આગાહી: આ તારીખે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં ફરી વળશે મેઘરાજા

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
અંબાલાલ પટેલની આગાહી: આ તારીખે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં ફરી વળશે મેઘરાજા 1 - image


Weather In Gujarat: ગુજરાતમાં ચોમાસુ હવે ખૂબ જ નજીક આવી રહ્યું છે. મુંબઈમાં ચોમાસુ પહોંચી ગયું છે અને ગુરૂવારે (છઠ્ઠી જૂને) ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, રાજ્યમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે.

12મી જૂન સુધીમાં ભારે વરસાદ પડી શકે છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં આ વખતે 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 10મી થી 12મી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12મી જૂન સુધીમાં દક્ષિણ-મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. સાતમી જૂનના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા. આઠમી જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા. 

નવમી જૂનના રોજ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર,  અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી,આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમા વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 10મી જૂનના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર,  અમદાવાદ,  ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમા વરસાદ પડી શકે છે.


Google NewsGoogle News