ગુજરાતમાંથી ચોમાસાની જલદી વિદાય નહીં! હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, આ તારીખ સુધી મેઘરાજા વરસશે

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાંથી ચોમાસાની જલદી વિદાય નહીં! હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, આ તારીખ સુધી મેઘરાજા વરસશે 1 - image


Gujarat Monsoon: ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતાં વહેલું સાતમી જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. આ વખતે ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં સામાન્ય રીતે 20મીથી 25મી સપ્ટેમ્બર દરમિયાન નૈઋત્યનું ચોમાસું વિદાય લેતું હોય છે. જેના સ્થાને આ વખતે 13 દિવસ મોડું 3મી ઓક્ટોબર બાદ ચોમાસું વિદાય લે તેવી સંભાવના છે. 

આ પણ વાંચો: 4 બ્રિજનું કામ 172 કરોડનું, કોન્ટ્રાક્ટ આપ્યો 251 કરોડમાં, જૂની રૂપાણી સરકારનું કૌભાંડ બહાર આવ્યું


હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી, માત્ર છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. હળવાથી મધ્યમ ઝાપટાં 30મી સપ્ટેમ્બર સુધી પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં અત્યાર સુધીમા 43.31 ઈંચ સાથે સિઝનનો 124.61 ટકા વરસાદ પડ્યો છે. 123 તાલુકામાં 40 ઈંચથી વધુ, 109 તાલુકામાં 20થી 40 ઈંચ, 19 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાંથી ચોમાસાની જલદી વિદાય નહીં! હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, આ તારીખ સુધી મેઘરાજા વરસશે 2 - image

10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એકપણ તાલુકો નથી. આ વખતે ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, વડોદરા, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, પંચમહાલમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ગુજરાતમાંથી ચોમાસાની જલદી વિદાય નહીં! હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, આ તારીખ સુધી મેઘરાજા વરસશે 3 - image


Google NewsGoogle News