ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો, 46 જળાશયો છલકાતા એલર્ટ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Sardar Sarovar Dam


Gujarat Monsoon: ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યના 46 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ત્યારે સરદાર સરોવર ડેમમાં 1,80,589 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 54.06 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,40,661 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 42.96 ટકા જળસંગ્રહ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.06 ટકા જળ સંગ્રહ

જળસંપત્તિ વિભાગના અહેવાલ, રાજ્યમાં ભારે વરસાદના દમણ ગંગામાં 51,708 ક્યુસેક, ઉકાઈમાં 33,168 ક્યુસેક અને હિરણ-2માં 15,789 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે રાણા ખીરસરામાં 13,530 ક્યુસેક, ભાદર-2માં 13,172 ક્યુસેક, વેણુ-2માં 12,943 ક્યુસેક અને સરદાર સરોવરમાં 11,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાજ્યના 26 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.06 ટકા, કચ્છના 20માં 49.23, દક્ષિણ ગુજરાતના 13માં 46.16 ટકા, મધ્ય ગુજરાતના 17માં 35.17 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.59 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

આ પણ વાંચો: મોસમનો કુલ સરેરાશ વરસાદ 53 ટકાથી વધુ, સૌથી વધારે કચ્છ ઝોનમાં નોંધાયો

25મી અને 26મી જુલાઈની આગાહી

આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25મી અને 26મી જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો, 46 જળાશયો છલકાતા એલર્ટ 2 - image


Google NewsGoogle News