Get The App

ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી

Updated: Mar 31st, 2025


Google News
Google News
ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી 1 - image


Gujarat Weather Forecast: રાજ્યભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં તો 11 વાગ્યા પછી ઘરની બહાર નીકળવું કપરૂ બની રહ્યું છે. એવામાં ગુજરાતમાં બે દિવસ હીટવેવ અને ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આમ, આગામી દિવસમાં મિશ્ર સિઝન અનુભવાય તેવી પૂરી સંભાવના છે. 

આ પણ વાંચોઃ કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી

આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવાર-મંગળવારના સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ રહેશે. ત્યારબાદ મંગળવારે નર્મદા-તાપી-ડાંગ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-સુરત-નવસારી-વલસાડ-તાપી-દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગર અને ગુરૂવારે અરવલ્લી-ખેડા-આણંદ-પંચમહાલ-દાહોદ-મહીસાગર-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-સુરત-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગર-ગીર-સોમનાથ-બોટાદ-દીવમાં 30 થી 40 પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે અને ગાજવીશ સાથે વરસાદ વરસવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ પેટલાદના 3 અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા 

પહેલી એપ્રિલથી વધશે ગરમી

આ દરમિયાન રવિવારે અમદાવાદમાં 38.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેતાં 18.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં પહેલી એપ્રિલથી તાપમાન 41ને પાર જતાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.

Tags :