Get The App

ગુજરાતનો હજુ પીછો નહીં છોડે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ, 800થી વધુ માર્ગો બંધ થતાં હાલાકી

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
ગુજરાતનો હજુ પીછો નહીં છોડે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ, 800થી વધુ માર્ગો બંધ થતાં હાલાકી 1 - image

 

Gujarat Rain And Weather Updates | ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓ સહિત મહાનગરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવામાન વિભાગે હજુ ટેન્શન વધારતી આગાહી કરી છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર હજુ પણ ગુજરાતને ભારે વરસાદથી છુટકારો મળી શકે તેમ નથી. આજની આગાહી અનુસાર 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે. 

જાણો ક્યાં ક્યાં આજે રેડ એલર્ટ 

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ફરી ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

અનેક જગ્યાએ રોડ-રસ્તા બંધ, જનજીવન અસ્તવ્યવસ્ત 

મળતાં અહેવાલો અનુસાર રાજ્યમાં 800થી વધુ રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય બની જતાં વાહન વ્યહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે નોકરીયાતો અને ધંધાર્થીઓને સૌથી મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે. લગભગ 50થી વધુ તો હાઈવે બંધ કરવાની ફરજ પડી છે જેમાં 3 નેશનલ હાઈવે પણ સામેલ હોવાનું ખુલ્યું છે. 

ગુજરાતનો હજુ પીછો નહીં છોડે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ, 800થી વધુ માર્ગો બંધ થતાં હાલાકી 2 - image



Google NewsGoogle News