ગુજરાતમાં આવતીકાલથી બે દિવસ માવઠાની આગાહી, 30થી 40 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે

ગાંધીનગરમાં 14.5 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન, અમદાવાદમાં 16.6 ડિગ્રી

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં આવતીકાલથી બે દિવસ માવઠાની આગાહી, 30થી 40 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે 1 - image


Gujarat weather forecast : ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ઠંડીના ચમકારામાં સતત વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરમાં 14.5 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન હતું જ્યારે અમદાવાદમાં 16.6 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો.

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી બે દિવસ લઘુતમ તાપમાન 3 ડિગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થશે. અલબત્ત, ત્યારબાદ તાપમાન પાંચ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીના ચમકારામાં વધારો અનુભવાશે. ’ અમદાવાદમાં ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે બીજી ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું જોર વધી શકે છે. દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં આગામી બે દિવસ પલટો આવે તેવી સંભવાના છે. 

-26 નવેમ્બરે બનાસકાંઠા-પાટણ-ડાંગ- નવસારી-વલસાડ-દમણ-રાજકોટ-જુનાગઢ-મોરબી-ગીર સોમનાથ-કચ્છ- દીવમાં વરસાદની શક્યતા છે.

-27 નવેમ્બરના રોજ દાહોદ- છોટા ઉદેપુર-તાપી-ડાંગ-રાજકોટ- જામનગર-જુનાગઢ-અમરેલી-ભાવનગર- મોરબી-ગીર સોમનાથ-બોટાદ-કચ્છમાં ઝાપટા જોવા મળી શકે છે.

-30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ક્યાં વધારે ઠંડી...

શહેર 
તાપમાન 
ગાંધીનગર  
14.5 
નલિયા 
15.4 
ડીસા   
16.4 
અમદાવાદ 
16.6 
અમરેલી  
17.2 
પોરબંદર 
17.6 
વડોદરા 
18.4
રાજકોટ 
18.0
ભુજ 
18.1
ભાવનગર
19.2
કંડલા 
20.0
સુરત 
20.8




Google NewsGoogle News