ગુજરાતના વાતાવરણમાં પલટો થતા માવઠાની આગાહી, 26-27 તારીખે કમોસમી વરસાદની સંભાવના

13.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન જ્યારે અમદાવાદમાં 20.8 ડિગ્રી નોંધાયું,

ગુજરાતમાં માવઠા બાદ ઠંડીના જોરમાં વધારો થઈ શકે

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
ગુજરાતના વાતાવરણમાં પલટો થતા માવઠાની આગાહી, 26-27 તારીખે કમોસમી વરસાદની સંભાવના 1 - image


Unseasonal rain forecast in Gujarat : ગુજરાતમાં શિયાળો હજુ પ્રભુત્વ જમાવવાનું શરૂ કરે તે અગાઉ જ વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 26-27 નવેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે 

હવામાન વિભાગની આગાહી અનુસાર 26 નવેમ્બરના દમણ-દાદરા નગર હવેલી-દાહોદ-પંચમહાલ- અમરેલી-ભાવનગર-દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથ-જુનાગઢ-પોરબંદર-રાજકોટમાં જ્યારે 27 નવેમ્બરના દમણ-દાદરા નગર હવેલી-અમદાવાદ-આણંદ-અરવલ્લી- ગાંધીનગર-ખેડા-મહીસાગર-મહેસાણા- અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ- જુનાગઢ-બોટાદ-સુરેન્દ્રનગર-રાજકોટમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

પાકને નુકસાન થવાની ભીતિ

અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ છઠ્ઠા અને સાતમા દિવસે હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવા છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવતા ખેડૂંતોની ચિંતામાં વધારો કર્યો છે.  રાજ્યમાં માવઠાની આગાહી થતા તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે.

નલિયામાં સૌથી નીચું  તાપમાન નોંધાયું

ગત રાત્રિએ નલિયામાં 13.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું  તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં  20.8 ડિગ્રી સાથે સરેરા લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો થયો હતો. આગામી પાંચ દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં ઘટાડો નોંધાય અને સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી વધી જાય તેવી સંભાવના છે. ગુજરાતમાં માવઠા બાદ ઠંડીના જોરમાં વધારો થઈ શકે છે.

ગુજરાતના વાતાવરણમાં પલટો થતા માવઠાની આગાહી, 26-27 તારીખે કમોસમી વરસાદની સંભાવના 2 - image


Google NewsGoogle News