મેડીકલ કોલેજમાં ફી વધારા મામલે સરકાર બેકફૂટ પર, નવો પરિપત્ર કરાશે જાહેર
Medical College Fee Hike Controversy : ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત 13 મેડિકલ કોલેજમાં MBBSની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યભરમાં વિરોધ જોવો મળ્યો હતો. ત્યારે આ સ્થિતિ વચ્ચે સરકારે ફી વધારાના ફેરવિચારણા કરશે. આગામી સમયમાં ફી મામલે નવો પરિપત્ર જાહેર કરશે. આરોગ્ય અને પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આ અંગેની જાહેરાત કરી છે.
28 જૂને મેડિકલ કોલેજમાં MBBSની ફીમાં વધારો કરાયો હતો
તમને જણાવી દઈએ કે, ગત 28 જૂને રાજ્ય સરકારે જીએમઇઆરસી સંચાલિત 13 મેડિકલ કોલેજમાં MBBSની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મેડિકલ કોલેજ સહિત ગુજરાતમાં 13 મેડિકલ કોલેજની સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને એનઆરઆઇ ક્વોટાની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. જીએમઇઆરએસના સીઇઓ કહે છે કે આ ફી વધારો વર્ષ-2024-25માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને લાગુ પડવાનો હતો. જોકે, ફીમાં વધારો કરાયા બાદ વિરોધનો સૂર ઉઠ્યો હતો.