Get The App

ગુજરાતમાં બોટિંગ પ્રવૃત્તિ માટે નવી માર્ગદર્શિકા: મેરીટાઈમ બોર્ડે જાહેર કર્યા નિયમો

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
Boat
પ્રતિકાત્મક તસવીર

Gujarat Maritime Board Guideline : ગુજરાતમાં બોટિંગ પ્રવૃત્તિમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઈનલેન્ડ વેસેલ્સ નિયમ, 2024’ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં પ્લેઝર ક્રાફ્ટ-બોટના રજિસ્ટ્રેશન, સર્વે અને ઓપરેશન માટેની પરવાનગી લેવાની રહેશે. આ સાથે રાજ્યમાં આંતરિક જળમાર્ગો પર સંચાલિત બોટના નિયમન માટે વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. 

આ પણ વાંચો: કાલુપુર રેલવે સ્ટેશન પર રિપેરિંગની કામગીરીને પગલે પાંચ ટ્રેનને અસર

ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં રાજ્યની તમામ પ્લેઝર ક્રાફ્ટ-બોટના માલિકોએ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે ફરજિયાતપણે બોટની નોંધણી કરાવાની રહેશે. આમ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યના મેરીટાઈમ બોર્ડ દ્વારા બોટનું સર્વેક્ષણ કરવામાં આવશે. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર પાસેથી પરમિટ મેળવ્યા બાદ બોટનું સંચાલન કરવાનું રહેશે. જ્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું કોઈ બોટ માલિક ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News