ગુજરાતભરમાં મહાવીર જ્યંતીની ભવ્ય ઉજવણીઃ ચાંદીના રથ, બેન્ડબાજા અને નૃત્ય સાથે ઠેર-ઠેર નીકળી શોભાયાત્રા
Gujarat Mahavir Jayanti Celebration: રાજ્યભરમાં મહાવીર જ્યંતીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં જૈનો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. વડોદરામાં જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, તેમજ અમદાવાદ અને સુરતમાં પણ શોભાયાત્રા કાઢી મહાવીર જ્યંતીની ઉજવણી કરાઈ હતી.
અમદાવાદમાં ચાંદીના રથ સાથે નીકળી શોભાયાત્રા
અમદાવાદમાં મહાવીર જૈન કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદમાં જૈન સમુદાય દ્વારા તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં 20 કિલોમીયટર લાંબી રથયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈનો જોડાયા હતા અને ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં 7થી 10 હજાર લોકો જોડાયા હતા. જેમાં લોકો બાઇક અને ગાડીઓમાં રેલી કાઢી હતી. આ સિવાય ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં મહાવીર ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી હતી.
વડોદરામાં ઘોડા, બગી સાથે મહાવીર જ્યંતીની ઉજવણી
આ સિવાય વડોદરા શહેરમાં પણ બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ચારે ફિરકાના જૈન સંઘો જોડાયા હતા. શોભાયાત્રામાં ઘોડા, બગીઓ, ટેમ્પોમાં બાળકો વિવિધ વેશભૂષામાં જોડાયા હતા.
રાજકોટમાં મહાવીર જ્યંતીની ઉજવણી
રાજકોટમાં મહાવીર જ્યંતી નિમિતે જૈનમ દ્વારા વિશાળ ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મણિયારા દેરાસરથી આ ધર્મયાત્રા શરુ કરવામાં આવી હતી. હજારો જૈનો આ યાત્રામાં જોડાયા હતા અને મહાવીરનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારનો યુ-ટર્નઃ સ્કૂલો અપ્રિલથી શરૂ ન કરવાનો પોતાનો જ ઠરાવ કર્યો રદ
દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ મહાવીર જ્યંતી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ડાંગી નૃત્ય જોવા મળ્યું હતું. જેમાં મહાવીર સ્વામી માટે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સિવાય આ શોભાયાત્રામાં 108થી વધારે સુશોભિત કાર, 500 જેટલા બાઇક અને સ્કૂટર સાથે રેલી કાઢવામાં આવી હતી.