Get The App

લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર જયેશે 600 લીટર કેમિકલ ફોઈના પુત્રને સપ્લાય કર્યું: જુઓ CCTV

Updated: Jul 26th, 2022


Google NewsGoogle News
લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર જયેશે 600 લીટર કેમિકલ ફોઈના પુત્રને સપ્લાય કર્યું: જુઓ CCTV 1 - image

અમદાવાદ,તા.26 જૃુલાઈ 2022,મંગળવાર

ધંધુકા અને બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 30 લોકોના મોતનો મુખ્ય સૂત્રધાર જયેશ ખાવડીયા અને દિનેશ ઉર્ફ બંટી રાજપૂત પકડાયા છે. ક્રાઇમબ્રાન્ચે બન્ને આરોપીને બોટાદ પોલીસને સોંપવા તજવીજ કરી છે. જ્યેશે તેના ફોઈના પુત્ર સંજયને 600 લીટર મિથેનોલ આલ્કોહોલ કેમિકલ 40000 હજારમાં વેચાણ આપ્યું હતું. 

નભોઈ ગામે દેશી દારૂ પીવાથી 30ના મોત થયા 

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નભોઈ ગામે દેશી દારૂ પીવાથી 30 લોકોના મોત થયા હતા. બોટાદ અને ધંધુકામાં આ લઠ્ઠાકાંડને કારણે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.

લઠ્ઠાકાંડ દારૂમાં મિથેનોલ આલ્કોહોલ હોવાથી થયો 

લઠ્ઠાકાંડને પગલે ટપોટપ લોકોના મોત થવાની ઘટનાને ઉચ્ચ અધિકારીઓ એફએસએલની મદદથી તપાસ કરાવતા દેશી દારૂમાં મિથેનોલ કેમિકલને પગલે લઠ્ઠાકાંડ થયાનું ખુલ્યું હતું. 

હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી 

બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનમાં 26 જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આઇપીસીની કલમ 302, 328, 120(બી) અને પ્રોહી એકટની કલમ 67 (1)એ મુજબની કલમો ફરિયાદમાં દાખલ કરી છે. 

 મુખ્ય સપ્લાયર જયેશને ક્રાઇમબ્રાન્ચે ઝડપ્યો

દેશી દારૂમાં મિથેનોલ આલ્કોહોલ કેમિકલ બુટલેગરો સુધી જયેશ ખાવડીયા થકી પહોંચ્યાંની વિગત મળી હતી. જેના પગલે ક્રાઇમબ્રાન્ચે ધંધુકાના સાલાસર ગામના જયેશ રમેશભાઈ ખાવડીયા અને તેના સાગરીત દિનેશ ઉર્ફ બંટી રાજપૂતને ઉપાડ્યા હતા. 

લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર જયેશે 600 લીટર કેમિકલ ફોઈના પુત્રને સપ્લાય કર્યું: જુઓ CCTV 2 - image

 પીપળજની એમોસ કોર્પોરેશનમાં જયેશ કામ કરતો 

પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એમોસ કોર્પોરેશન કંપનીમાં જયેશ લેબર કોન્ટ્રેકટર કમ ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો. આ કંપનીમાંથી જયેશે તેના કામ દરમિયાન કેમિકલની કાઢ્યું  હતું.

Bottling & Crimping પ્રક્રિયાના જોબવર્કના કામ દરમિયાન મિથેનોલ કાઢી સંગ્રહ કરતો  

જયેશ એમોસ કંપનીમાં ચાંગોદરની ફીનાર કંપની દ્વારા સપ્લાય થતા મિથેનોલ આલ્કોહોલ કેમિકલને બેરલમાંથી કાઢી અઢી લીટરની કાચની બોટલમાં ભરી Bottling & Crimpingનું જોબ વર્ક કરતો હતો. બેરલમાંથી કેમિકલ કાઢી બોટલમાં ભરતા પહેલા આ જ કેમિકલથી તેણે વોશ કરવું (Rinsing) પડે છે. આ પ્રોસેસ દરમિયાન જ્યેશે મિથેનોલનો જથ્થો સંગ્રહ કરી 600 લીટર જેટલું કેમિકલ કાઢ્યું હતું. 

ફોઈના પુત્ર સંજયને 40000માં 600 લીટર કેમિકલ આપ્યું 

જ્યેશે આ કેમિકલ બોટાદના નભોઈમાં રહેતા ફોઈ કંચનબહેનના પુત્ર સંજયને આપવાનું નક્કી કર્યું હતું. આરોપીએ તેના સાગરીત બંટી આઠે મળી ચાર માસમાં એકત્ર કરેલ 600 લીટર કેમિકલના ત્રણ કેરબા મિત્ર ગોપાલ ભરવાડના ટેમ્પામાં મુકાવી ડીલીવરી કરવા ગયા હતા.

બોલેરો લઈને આવેલા સંજયને 4 દિવસ અગાઉ ભલગામડા પાસે ડીલીવરી આપી 

જયેશ અને બંટી બન્ને જણા ટેમ્પોમાં કેમિકલ ભરી ગત તા.22મીના રોજ સાંજેના 5 વાગ્યે કમોડ, ધોળકા, બગોદરા, ધંધુકા, તગડી થઈ ભલગામડા કેનાલ પર પહોંચ્યા હતા. જે સ્થળે સંજયને બોલાવી આરોપીઓએ મિથેનોલ કેમિકલનો જથ્થો આપ્યો હતો. બોલેરો ગાડીમાં આ જથ્થો આરોપીઓએ સંજય સાથેના અન્ય માણસોને મદદ કરી ગાડીમાં મુકાવ્યો હતો. 

40 હજારમાં 600 લીટર કેમિકલ વેચ્યું 

જ્યેશે 600 લીટર કેમિકલનો જથ્થો સંજય ભીખાભાઇ કુમારખાણીયાને વેંચી રૂ.40 હજાર લીધા હતા. આ ઉપરાંત આરોપીએ ભાડાના 1500 બીજા લીધા હતા. આ કેમિકલ સપ્લાય થયાના 4 દિવસમાં લઠ્ઠાકાંડ થયો હતો. 

જયેશ અને બંટીની બોટાદ પોલીસ તપાસ કરશે

ક્રાઇમબ્રાન્ચે જયેશ ખાવડીયા અને બંટી રાજપૂતની પૂછપરછ કરી તેમાં આ સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. બન્ને આરોપીઓને વધુ તપાસ માટે બોટાદ પોલીસને સોંપવા કાર્યવાહી કરાઈ છે. આ ગુનામાં નભોઈમાં કેમિકલ સપ્લાય કરનાર સંજયની તપાસ ચાલુ છે.

વધુ વાંચો :  દારૂ નહિ પણ પાણી સાથે ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ મિક્સ થતાં લઠ્ઠાકાંડ થયો: DGP ભાટિયા


Google NewsGoogle News