ડૂબવાની ઘટના ન બને તેની તકેદારી રાખો: ગણેશોત્સવ પહેલા ગુજરાત હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા
Gujarat High Court On Ganeshotsav : આગામી ગણેશોત્સવને લઈને ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી છે. હરણી બોટ દુર્ઘટનાની સુઓમોટો સુનવણી વખતે હાઇકોર્ટે આદેશ કરવાની સાથે ગણેશોત્સવમાં મૂર્તિના વિસર્જન સમયે કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે તકેદારી રાખવા જણાવ્યું હતું.
ગણેશોત્સવને લઈને હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગણેશોત્સવ વખતે પાણીમાં ડૂબવાની કોઈ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારી રાખવા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે હાઇકોર્ટે ગણેશોત્સવમાં મૂર્તિ વિસર્જન કરતી વખતે કોઈ વ્યક્તિ દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે ચિંતા વ્યક્ત કરી હતી.
મૂર્તિ વિસર્જન વખતે કોઈ દુર્ઘટના ન બને તેનું ધ્યાન રાખવું
જ્યારે હરણી બોટ દુર્ઘટનામાં ઘણા બાળકોના જીવ ગયા છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા હરણી બોટ દુર્ઘટનાની સુઓમોટો સુનાવણી કરતી વખતે આગામી તહેવાર ગણેશોત્સવમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન કરતી વખતે પાણીમાં ડૂબવાની ઘટના ન બને તે માટે સાવચેતી રાખવા આદેશ કર્યો હતો.